તાઉ તે ની આફત ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે 108 સેવાઓને વિવિધ પ્રકારે સતર્ક અને તૈયાર રહેવાનો અનુરોધ કર્યો છે.તે પ્રમાણે કોઈપણ પ્રકારની આરોગ્ય કટોકટી ને પહોંચી વળવા ની જરૂરી તૈયારીઓ સાથે 108 સેવાની કુલ 42 એમ્બ્યુલન્સો નો કાફલો વાહન ચાલકો અને પૂરતાં બળતણ,ઓકસીજન,ફાયર એકસ્ટિંગવિશર જેવી તમામ સાધન સુવિધા સાથે સુસજ્જ રાખવામાં આવ્યો છે.
આ 42 પૈકી 8 એમ્બ્યુલન્સ એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ થી અને 34 બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ થી સજ્જ છે.ગ્રામીણ માં 8 અને શહેરી વિસ્તારમાં 18 એમ્બ્યુલન્સ કોવિડ ના દર્દીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાય છે.જ્યારે ગ્રામીણ માં 7 અને શહેરી વિસ્તારમાં 9 મળી 16 એમ્બ્યુલન્સ નોન કોવિડ ઉપયોગ માટે ની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application