Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનરની બદલી : નવા મ્યુનિસિપલ કમિશનર બુધવારે ચાર્જ સંભાળશે

  • April 03, 2023 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનરની બદલી થતાં તેઓએ આજે ચાર્જ છોડી દીધો છે, જ્યારે નવા મ્યુનિસિપલ કમિશનર બુધવારે સવારે ચાર્જ લેનાર છે તેમ જાણવા મળે છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાણીની નિમણૂક થયાને પાંચ મહિનાનો સમય પૂર્ણ થયો હતો ત્યાં જ ગુજરાત સરકારે તેઓની બદલી ટેકનિકલ શિક્ષણ વિભાગમાં કરવાનો હુકમ કર્યો હતો જે બાદ તેઓએ આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરના હોદ્દાનો ચાર્જ છોડી દીધો હતો તેમનો હવાલો ડેપ્યુટી કમિશનર પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યો છે. દરમિયાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ ભુજના કલેકટરની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે થઈ છે તેઓ આગામી બુધવારનાં રોજ સવારે 10:30 કલાકે હોદ્દો અખત તૈયાર કરશે તેમ જાણવા મળે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application