વડોદરા જિલ્લાનું સૌથી મોટું તળાવ ડભોઇ તાલુકાના વઢવાણા ગામે આવેલું તળાવ ગાયકવાડી શાસનમાં 16 કિ.મીના વિશાળ ઘેરાવામાં બનાવેલું છે. આ તળાવમાં વર્ષોથી શિયાળાના આગમન સાથે દેશ વિદેશીના વિવિધ પશુ-પંક્ષીઓનો મેળાવડો જામે છે. હાલ તળાવ ખાતે પશુ-પંક્ષીઓના આગમનની શરૂઆત થઇ ગઇ છે. ડભોઇ તાલુકાનું તળાવ નજીકના 22 ગામોના ખેડૂતોને ખેતી માટે સિંચાઇ વિભાગને સોપવામાં આવ્યુ છે.
તળાવ ખાતે શિયાળા દરમિયાન દેશ વિદેશના પશુ-પંક્ષીઓ આગમન કરે છે. હાલ શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. તળાવ ખાતે દેશ વિદેશીના હજારો પક્ષીઓ શિયાળાની ઋતુમાં આગમન કરતા હોઇ પક્ષીઓનો કલરવ અનેરો લાગે છે. સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વઢવાણા ગામે લોકોની સુખાકારી માટે ઐતિહાસિક તળાવ બનાવ્યુ હતુ. તળાવનું પાણી ખેડૂતોને ખેતી માટે લાભ મળે તે માટે બનાવ્યુ હતુ. તેમજ વર્ષોથી શિયાળાની ઋતુમાં ઓસ્ટ્રેલિયા આફ્રિકા દેશ-વિદેશના હજારો વિવિધ પ્રકારના પક્ષીઓ વઢવાણા તળાવ ખાતે આવતા હોય છે. આશરે 3 મહિનાના રોકાણ કરતા હોવાથી પક્ષીઓને નિહાળવા માટે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. હાલ શિયાળાને શરૂઆત થતાની સાથે જ ઠંડા પરદેશમાંથી વિવિધ જાતિના પક્ષીઓ આવતા હોય છે. મલેશિયા, રસિયા, સાયબેરીયા, કશ્મિરી લડાક જેવા વિસ્તારોમાંથી પક્ષીઓ અહીં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application