વલસાડ જિલ્લામાં કોરોના વેકસીનેશનની તૈયારીના ભાગરૂપે વલસાડ તાલુકાના ડ્રાયરન ફોર કોરોના વેકસીનેશન (૧) જી.એમ.ઇ.આર.એસ સિવિલ હોસ્પીટલ, પી.પી.યુનિટ વલસાડ (૨) સબ સેન્ટર છતરીયા (હિંદી સ્કૂલ) અર્બન હેલ્થ સેન્ટર અબ્રામા તથા (૩) અર્બન હેલ્થ સેન્ટર શહિદ ચોક કુંભારવાડ મેદાનની સામે યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે વલસાડ સિવિલ હોસ્પીટલ ખાતે રૂબરૂ મુલાકાત લઇ ડ્રાયરનની કામગીરી નિહાળી હતી.હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસની મહામારી સામે કોવિડ-૧૯ની રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે ત્રણેય સ્થળોએ ડ્રાય રન(મોકડ્રીલ) યોજાઇ હતી.
આ પ્રસંગે લાભાર્થીઓના લાઇનલીસ્ટ તૈયાર કરવા તથા લાભાર્થીને રસીકરણ કરવા માટેના પ્રચાર-પ્રસાર રસીના ફાયદાઓ તથા કોવિન એપ્લીકેશનમાં લાભાર્થીઓની એન્ટ્રીના ડેમો કરવામાં આવ્યા હતા તેમજ સરકારશ્રીની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500