Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં રસીના ડોઝ મર્યાદિત આવતા તમામ સબ સેન્ટરોમાં રસીકરણ નથી થતું

  • July 13, 2021 

કોરોનાની પ્રથમ અને બીજી લહેર માંથી સુરતવાસીઓ બહાર આવી ગયા છે હવે ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે સરકારે વેક્સિનેશન ફરજિયાત બનાવ્યું છે વેપારીઓ, નોકરિયાત વર્ગ, પરીક્ષા આપતાં ઉમેદવારોથી માંડી વિદ્યાર્થીઓ સૌ કોઈ માટે રસી ફરજિયાત બની ગઇ છે કોરોનાથી બચવા માટે રસીનો ડોઝ લેવો હિતાવહ છે એમ સરકાર સમજાવી રહી છે જેથી લોકો પણ હવે સામે ચાલીને રસી મુકાવવા માટે આગળ આવી રહ્યા છે પરંતુ રસી મળતી નથી રાજ્યમાં રસીનો જથ્થો ખૂટી પડતા મમતા દિવસ અને બાદમાં ગુરુવાર અને શુક્રવારે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું બાદમાં શનિવારથી વેક્સિનેશન ચાલુ થયું છે પણ ઉપરથી રસીના ડોઝ મર્યાદિત આવે છે જેથી તમામ સેન્ટરોમાં રસીકરણ થઈ શકતું નથી અને ગ્રામીણ પ્રજા પરેશાન થઈ રહી છે.

 

 

 

 

 

આ અંગે સહેજ વિગતે વાત કરવામાં આવે તો 21મી જૂનથી 30 જૂન સુધી વેક્સિનેશન મહા અભિયાન સુરત જિલ્લામાં યોજવામાં આવ્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટરોમાં રસીકરણની વ્યવસ્થા કરી હતી. જેમાં સરકારે રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં આપતા લોકો રસી પણ મુકાવતા હતા. હવે લોકોમાં જાગૃતિ આવે છે ત્યારે પ્રતિદિન ૬૫૦૦ રસીના ડોઝ સરકાર તરફથી ફાળવવામાં આવે છે અને એના માટે જિલ્લાના નવ તાલુકામાં ૬૫ સેન્ટ્રો નક્કી કરવામાં આવ્યા છે એમાં પણ વેક્સિન સંગ્રહ કરવા મમતા દિવસની સાથે ત્રણ દિવસ સુધી રસીકરણ બંધ કરી દેવામાં આવ્યું હVaccination is not carried out in all the sub-centers in Surat district where the dose of vaccine is limitedતું જોકે કકરાટ નુ મો કાળુ હોય તેમ રસીનો જથ્થો હજુ પણ મર્યાદિત હોવાથી સેશનો ટૂંકાવી પડે છે અગાઉ જિલ્લાના તમામ પીએચસી-સી.એચ.સી. તેમજ ગામડાઓમાં આવેલા સબસેન્ટરમાં રસી આપવામાં આવતી હતી હવે માત્ર દૈનિક ૬૫૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવે છે.

 

 

 

 

અગાઉ ૪૫ થી ૬૦ ની વયમર્યાદા ધરાવતા નાગરિકોનું રસીકરણ કરવામાં આવતું હતું હવે ૧૮ થી ૪૫ ની વય ધરાવતા લોકો માટે પણ સરકાર દ્વારા રસિકરણની છૂટછાટ આપવામાં આવી છે. જેથી તમામ સબ સેન્ટરો પર નિયમિત વ્યવસ્થા થઈ શકતી નથી એક તરફ સરકાર વેક્સિનેશનનો ડોઝ લેવા અપીલ કરે છે બીજી તરફ અપૂરતા ડોઝ મળે છે પરિણામે કેન્દ્રોના ધક્કા ખાવાનો જ લોકોને વારો આવે છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application