ચીખલીનાં મજીગામ હાઈવે પરથી ટેમ્પોમાં લઈ જવાતો ૫.૩૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી રૂ.૧૦.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે’ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, ચીખલીનાં પી.એસ.આઈ. અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-૪૮ મુંબઈથી અમદાવાદ જતા રોડ પર મજીગામ ગામે ઓવરબ્રિજના છેડે વોચ ગોઠવી હતી.
જયારે બાતમી મુજબનો ભારત બેન્જ ટેમ્પો આવતા જેને સરકારી લાકડી બતાવી ઉભો રાખ્યો હતો. તેની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૨,૫૩૨ જેની કિંમત રૂપિયા ૫,૩૦,૧૯૬/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૦,૩૦,૬૯૬/-નો મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક રનજીતલાલ પન્નાલાલ નાયકની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરાવી આપનાર રોહિત યાદવ (રહે.સેલવાસ) તેમજ કામરેજ સુરત ખાતે દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા ઇસમ મળી બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પી.એસ.આઈ. કરી રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500