Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈમાં તરૂણો માટે સોમવારથી રસીકરણ ઝુંબેશ શરૂ થશે

  • January 01, 2022 

તરૃણો માટે રસીકરણ અભિયાન તા.૩ જાન્યુઆરીથી અમલમાં આવી રહ્યું છે. જેના માટે મુંબઈમાં ૯ સ્થળોએ રસીકરણની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ-૨૦૦૭માં કે તે પહેલાં જન્મેલા બાળકોને આનો લાભ મળી શકે છે. આ માટે તા.૧ જાન્યુઆરી ૨૦૨૨થી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આમાં માત્ર કોવેસીન રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ, મુંબઈમાં તા.૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી કોવિડ-૧૯ સામે નિવારક રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું. આ રસીકરણ કાર્યક્રમમાં, પ્રથમ અગ્રતા જૂથ ૪૫ વર્ષથી ઉપરના નાગરિકો અને પછી તા.૧લી મે ૨૦૨૧ થી, ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને રસી આપવામાં આવી રહી છે.  જોકે આ માટે ૩૦૨ મ્યુનિસિપલ અને સરકારી હોસ્પિટલોમાં અને ૧૪૯ ખાનગી હોસ્પિટલોમાં કુલ ૪૫૧ કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્રો શરૃ કરવામાં આવ્યા છે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર અને રાજ્ય સરકારો વતી અત્યાર સુધીમાં ૧ કરોડ ૨૦ લાખ ૬૫ હજાર ૮૩૦ લોકે ને રસી મળી છે. ૯૯ લાખ ૨૪ હજાર ૭૨૧ લાભાર્થીઓને (૧૦૭ ટકા) પ્રથમ ડોઝ અને ૭૯ લાખ ૧૭ હજાર ૭૦૩ લાભાર્થીઓને (૮૬ ટકા) બીજા ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ ૧૯ રસીકરણ વધારવા માટે અભિયાનનો એક મહત્વપૂર્ણ તબક્કો અમલમાં આવી રહ્યો છે. ૧૫ થી ૧૮ વર્ષની વય વચ્ચેના લાભાર્થીઓ માટે, નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્પ ઓન ઈમ્યુનાઇઝેશન ના કોવિડ-૧૯ માત્ર કોવેસીન રસીના ઉપયોગ અંગે સૂચનાઓ જારી કરી છે. જેમાં વર્ષ ૨૦૦૭ અથવા તેના પહેલા જન્મેલા લાભાર્થીઓ પાત્ર ગણાશે. લાભાર્થીઓ કોવિન સિસ્ટમ પર તેમના પોતાના મોબાઈલ નંબર દ્વારા રસીકરણ માટે નોંધણી કરી શકશે. ઓનલાઈન સુવિધા તા.૧ જાન્યુઆરી, ૨૦૨૨થી શરૃ થશે. રસીકરણ કેન્દ્ર (ઓનસાઇટ) પર જઇને નોંધણી કરાવવાની પણ સુવિધા ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના લાભાર્થીઓના રસીકરણ માટે કેન્દ્ર પર માત્ર કોવસીનની રસી ઉપલબ્ધ છે તેની કાળજી લેવી જોઈએ.જ્યાં અલગ ઇમ્યુનાઇઝેશન સેન્ટર શરૃ કરવું શક્ય ન હોય ત્યાં અલગ લાઇન હોવી જોઇએ.

મુંબઈમાં રસીકરણના કેન્દ્રો 

1. આર.સી. ભાયખલા કોવિડ રસીકરણ કેન્દ્ર,

2. સોમૈયા જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર,

3. એન.એસ.સી.આઈ ડોમ, જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર,

4.બી.કે.સી જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર એચ/ડબલ્યુ,

5. નેસ્કો જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર,

6. મલાડ જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર,

7. દહિસર જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર,

8. ક્રોમ્પ્ટન અને ગ્રીવ્સ જમ્બો રસીકરણ કેન્દ્ર અને

9. આરસી મુલુંડ જમ્બો કોવિડ રસીકરણ કેન્દ્ર.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application