તાપી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટપદાધિકારીઓ અને અધિકારીઓની મીલીભગતથી (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં જ્યાં નજર નાંખો ત્યાં ગેરકાયદેસરના બાંધકામો બિલાડીની ટોપની જેમ ફાટી નીકળ્યા છે. ત્યારે તાપી જિલ્લા કલેકટરશ્રી (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં ગેરકાયદેસરના બાંધકામો વિરૂધ્ધ તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે. એટલું નહીં બાજીપુરામાં હાલ ચાલી રહેલા બાંધકામો પાછળ બ્લેકમનીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે ઇન્કમટેક્ષ વિભાગ પણ સક્રિય બને તે જરૂરી છે.
આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં જ્યાં જુવો ત્યાં ગેરકાયદેસરના બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે પછી તે બાંધકામો રહેણાંક હેતુસરના હોય કે પછી વાણીજય હેતુસરના આવા ગેરકાયદેસરના બાંધકામો પાછળ સ્થાનિક જવાબદાર ભ્રષ્ટઅધિકારીઓ અને પંચાયતના પદાધિકારીઓએ ગાંધીછાપના વહિવટ સિવાય બીજું કશું કર્યું નથી તેમ લાગી રહ્યું છે,
કારણ કે ગ્રામ પંચાયતના વિસ્તારમાં કોઇપણ પ્રકારનું બાંધકામ કરવું હોય તો સૌ પ્રથમ સંબંધિત વિભાગોની મંજુરી મેળવવા માટે પ્લાન, નકશા સાથે અરજી કરવી પડવી પડતી હોય છે અરજી મંજુર થયા બાદ જ શરતોને આધિન બાંધકામ કરવું પડતું છે પરંતુ (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતના વહીવટ કર્તાઓ અને જીલ્લા પંચાયતના પદાધિકારીઓ ગાંધીછાપનો વહિવટ કરી તમામ નિતી નિયમોને નેવે મુકી કોઇપણ પ્રકારના બાંધકામને મંજુરીની મ્હોર લગાવી દેવામાં આવતી હોય છે. ત્યાર બાદ અરજદાર રજુ કરેલ અરજી પ્લાન, નકશા મુજબ મળી હોય કે ન મળી ગેરકાયદેસર બાંધકામ કરો પણ કંઇ નહીં.
ત્યારે વાલોડના બાજીપુરામાં હાલ ચાલી રહેલા ગેરકાયદેસરના બાંધકામો વાલોડ તાલુકાના જવાબદાર અધિકારીઓના નાક નીચે થઇ રહ્યા છે. તે તમામ બાંધકામો સ્થાનીક રાજકીય આગેવાનો સાથે ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોની મીલીભગતથી જ (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર બાંધકામો બીલાડીની ટોપની જેમ ફાટી નીકળ્યો છે. જેનો જીવતો જાગતો પુરાવો ગ્રામ પંચાયતના વિસ્તારમાં જોવા મળી રહયો છે,બાજીપુરામાંથી પસાર થતો જુનો સુરત-ધુલિયા રોડને અડીને આવેલ એચપી કંપનીનો બંધ પેટ્રોલ પંમ્પની બાજુમાં રોડની લગોલગ એક જમીનમાં કરવામાં આવી રહેલા બાંધકામને લઇને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
ત્યારે અહીના ગ્રામ પંચાયતના વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામોને ધારાધોરણ મુજબ મંજુરી આપવામાં આવી છે કે કેમ? તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે. ત્યારે (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં ચાલતા બાંધકામોની વિગતો તાપી જિલ્લા કલેક્ટરશ્રી મામલતદાર કચેરી અને જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સહિતની કચેરીઓ પાસે મંગાવી નિષ્પક્ષ તપાસ હાથ ધરે તો ગેરકાયદેસરના બાંધકામોનું મસમોટું ભોપાળું બહાર આવી શકે તેમ છે. ત્યારે જોવાનું એ રહયું છે કે (બાજીપુરા) કમાલછોડ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં ચાલતા બાંધકામોની તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500