દૂધ ઉત્પાદક મંડળી ની યોજાયેલી સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે કાર્યવાહી કરવામાં નહી આવતા સભાસદોએ હંગામો મચાવ્યો હતો. આ અંગે મંડળીના સભાસદોએ તાપી જિલ્લા રજીસ્ટ્રારને અરજી આપી તપાસની માગ કરી હતી.સોનગઢ તાલુકાના જામખડી ગામે ચાલતી દૂધ ઉત્પાદક સહકારી મંડળી સુમુલ ડેરી સાથે જોડાયેલી છે અને ગામના પશુપાલકો મંડળીમાં દૂધ ભરી આજીવિકા મેળવે છે.દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા 16મી સપ્ટેમ્બર શુક્રવારે સવારે યોજવામાં આવી હતી. જોકે આ સભાના એજન્ડા નિયમ પ્રમાણે આગળથી આપવાના બદલે બે દિવસ પહેલાં જ આપવામાં આવ્યાં હતાં.વાર્ષિક સાધારણ સભામાં સુમુલ ડેરીનો કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત ન હોવાની બાબતે સભાસદોએ વાંધો લેતા મંડળી સંચાલકોએ એમની શુ જરૂર છે એવો જવાબ આપ્યો હતો. એ સાથે જ નિયમ પ્રમાણે સભાના અધ્યક્ષની નિમણૂંક પણ કરવામાં આવી ન હતી અને મંત્રી સીધા ઠરાવોનું વાંચન શરૂ કરી દીધું હતું જે ખરેખર યોગ્ય નથી નો સુર સભાસદો એ વ્યક્ત કર્યો હતો.
સાધારણ સભા દરમિયાન સભ્યોએ મંડળીના વેપાર પત્રક જોવા માંગતા એ પણ જોવા આપવામાં આવ્યા ન હતાં જેથી સભ્યોએ હંગામો કરતાં વાત બગડી ગઈ હતી અને આ ધમાલ વચ્ચે સભામાં ચર્ચા કરવા આવેલાં સભાસદો ઘરે ચાલી ગયા હતાં જેથી આ સભામાં એજન્ડા પ્રમાણેનું કોઈ કામ થયું નથી. સભા કાર્યવાહી વગર જ પુરી થઈ ગઈ હોવાથી મંડળીના સભાસદોને દૂધના ફેટ પ્રમાણેનો ડેરીએ નક્કી કરેલો ભાવ મળતો નથી.સહિતના અન્ય પ્રશ્નોનો સભાસદોને કોઈ જવાબ મળેલો નથી. આ સંદર્ભે દૂધ મંડળીના નારાજ સભાસદો વ્યારા ખાતે તાપી જિલ્લા રજિસ્ટ્રારને મળી એક લેખિત અરજી આપી દૂધ મંડળીના કારભારની તપાસ કરવાની માગ કરી હતી અને સભાસદોના પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application