Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ : વિજળી પડતા 16નાં મોત

  • November 27, 2023 

ગુજરાતમાં હજુ શિયાળો શરૂ થયો જ હતો ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરા પડયા હતા. કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. વીજળી પડતાં રાજ્યભરમાંથી 16થી વધુ વ્યક્તિના અને 50થી વધુ પશુના મૃત્યુ થયા છે. આ ઉપરાંત તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. લગ્નસરાનો પ્રારંભ થયા છે  ત્યાં જ વરસાદ ત્રાટકતાં પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.



હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર, કચ્છમાં હળવાથી મધ્યમની શક્યતા છે. ગુજરાતમાં વીજળી પડવાથી 16થી વધુ વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતમાંથી 4-4, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાંથી 3, અમદાવાદ-ખેડામાંથી 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. વીજળી પડવાથી કેટલાક મૃત્યુ આ મુજબ છે.



મધ્ય ગુજરાત હાંસોટ ખાતે દાદી-પૌત્રે, પંચમહાલના કાલોલમાં શિક્ષકનું, દાહોદ જિલ્લામાં વૃદ્ધ ખેતમજૂરનું મૃત્યુ થયું હતું. દક્ષિણ ગુજરાતમાં જામખંભાળિયામાં ખેત મજૂરનું, સુરેન્દ્રનગરના ચુડામાં પશુ ચરાવતા યુવકનું મોત નીપજ્યું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 6 વર્ષીય બાળકી સહિત બે વ્યક્તિ, મહેસાણા જિલ્લામાં યુવાન, સાબરકાંઠામાં મહિલાનું મૃત્યુ થયું હતું. જયારે પાંચ જગ્યાએ વીજળીથી આગ લાગવાની ઘટના બની હતી. દક્ષિણ ગુજરાતના સોનગઢ તાલુકામાં પૂળીયા ઢાંકતી વખતે ખેડૂતનું મૃત્યુ થયું હતું અને સોનગઢમાં જ મહિલાનું પણ મોત નિપજ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application