આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ ૪૦ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન ૪૯ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૮૨૩ મી.મી.), વઘઇનો ૨૫ મી.મી. (કુલ ૧૮૨૯ મી.મી.), સુબિર તાલુકાનો ૨૯ મી.મી. (કુલ ૧૬૮૪ મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૫૭ મી.મી. (મોસમનો કુલ ૧૬૫૨ મી.મી.) મળી જિલ્લામા કુલ ૧૬૦ મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૪૦ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૬૯૮૮ મી.મી. એટલે કે સરેરાશ ૧૭૪૭ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.
જિલ્લામા નોંધાયેલા વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના પાંચ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા છે. જેને લઈને આ વિસ્તારના નવ ગામો પ્રભાવિત થયા છે.
જિલ્લાના જે બે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમા વઘઈ તાલુકાના (૧) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, અને (૨) માછળી-ચીખલા-દિવડયાવન રોડ સહીત આહવા તાલુકાના (૧) સતી-વાંગણ-કૂતરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, અને (૩) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ યાતાયાત માટે બન્ધ થવા પામ્યા છે. આ માર્ગો બન્ધ થવાથી વઘઈ તાલુકાના કુમારબંધ, બોરદહાડ, અને ચીખલા ગામો પ્રભાવિત થવા પામ્યા છે. જયારે આહવા તાલુકાના કુતરનાચ્યા, વાંગણ, ચવડવેલ, ગાયખાસ, ધૂલચોંડ, અને આમસરવલણ ગામો પ્રભાવિત થયા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને અવરોધાયેલા આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500