કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગામી તારીખ 6 એપ્રિલનાં રોજ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. મહત્વની વાત એવી છે કે, આ દિવસે ભાજપનો સ્થાપના દિવસ છે અને આજ દિવસે અમિત શાહ ગુજરાતમાં સાળંગપુર અને મદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશે અને તેની સાથે સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ગૃહમંત્રી અમિત શાહ અવાર-નવાર સાળંગપુર પરિવાર સાથે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે.
તેઓના તારીખ 6 એપ્રિલનાં ગુજરાત પ્રવાસમાં સાળંગપુર મંદિરે પણ જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે. હવે સાળંગપુરને 'કિંગ ઓફ સાળંગપુર'નાં નામથી પણ ઓળખવામાં આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે. અનાવરણની સાથો સાથ ગુજરાતનું પ્રથમ નંબરનું આધુનિક ભોજનાલય કે જ્યાં એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકશે. હનુમાન જયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 13,5000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500