Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહન અડફેટે આવતાં અજાણ્યા ઈસમનું સારવાર દરમિયાન મોત

  • October 01, 2024 

નડિયાદનાં નેશનલ હાઇવે નંબર ૪૮ પીજ ઓવર બ્રીજ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા પુરુષનું લાંબી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અજાણ્યા મૃતકની ઓળખ થઈ નથી. નેશનલ હાઈવે પર પીજ ઓવર બ્રિજ ઉપરથી તારીખ ૧૨/૯/૨૪ની રાત્રિના અઢી વાગ્યે આશરે ૫૫ વર્ષનો અજાણ્યો પુરુષ પસાર થતો હતો. ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક તેને ટક્કર મારી નાસી ગયો હતો. બનાવની જાણ થતા વસો પોલીસે અજાણ્યા પુરુષને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ અજાણ્યા પુરુષની લાશ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે. જેની ઓળખ થઈ નથી. આ અંગે વસો પોલીસ તપાસ કરી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application