ગત 6 ઓક્ટોબરે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખજુરડી ગામના સ્વામીનારાયણ મંદીરમાં એક અજાણ્યા ઇસમેં સિક્યુરીટીનો ડ્રેસ પહેરી મંદીરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મંદીરમાં રહેલ દાનપેટીનુ તાળુ તોડી દાનપેટીમાંના રોકડા રૂપીયા આશરે 1200 આસપાસની મત્તાની ચોરી કરી લઇ નાશી ગયો હતો. જે અંગે વિક્કી જનકભાઇ પટેલે વલસાડ રૂરલ પો.સ્ટે.મા ગુન્હો દાખલ કરાવેલ હતો. જેની તપાસ પો.સ.ઇ. એમબી કોંકણીએ સંભાળેલ હતી.
ઉપરોક્ત ગુન્હો ઉકેલવા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક,એ.કે.વર્માની સુચના અને માર્ગદર્શન મુજબ પો.ઇન્સ એસ.એસ.પવારે ગુન્હાવાળી જગ્યા આજુબાજુના સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી મંદીરમાં ચોરી કરનાર ઇસમ અંગે માહિતી મેળવતા આરોપી દીગેશ વિષ્ણુ વાઘીયા,તા.વાંસદા,જી.નવસારીનો હોવાનું જાણવા મળતા તેની ગતિવિધી તપાસતા આરોપી પોતાના ઘરે હોવાની માહિતી આધારે વલસાડ રૂરલ પો.સ્ટે.ના એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇ તથા પો.કો વિષ્ણુ ગીરધારીલાલ તથા પો.કો કેવળ લીલાભાઇની ટીમે આરોપીને વલસાડ રૂરલ પો.સ્ટે.માં લાવી કોર્ટમાં રજુ કરી 2 દિવસ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી ગુન્હામાં ગયેલ મુદામાલ રીકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સદર આરોપી દ્વારા આ મંદીર ચોરી સીવાય ડુંગરી પો.સ્ટે. હદમાં (1) ગોરગામ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદીરમાંથી તથા (2) ઓલગામ દરબડીયા ફળીયામાં આવેલ સ્વામીનારાયણ મંદીરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલાની કબુલાત કરી છે. પકડાયેલ આરોપીએ ડીપ્લોમાં કોમ્પ્યુટર એન્જીનીયર સુધી અભ્યાસ કરેલ છે. જે અગાઉ શક્તિ સિકયુરીટી ધરમપુર ખાતે નોકરી કરતો હતો જે નોકરી છોડી દેતા બેકાર હતો. તે મોબાઇલથી ગુગલ મેપમાં સ્વામીનારાયણ મંદીર સર્ચ કરી તે આધારે મંદીરમાં ચોરી કરવા સિકયુરીટીનો ડ્રેસ પહેરી જતો હતો. કોઇને સિકયુરીટી ઉપર શંકા જાય નહી તે રીતે અલગ અલગ મંદીરોમાં દિવસ દરમ્યાન દાનપેટી તોડી ચોરી કરતો હતો. જેને પકડી વલસાડ રૂરલ પોલીસ ટીમ દ્રારા ગણતરીના દિવસમાં વણશોધાયેલ દિવસની મંદીર ચોરીના 2 ગુના શોધી કાઢવામાં મહત્વની સફળતા મળેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500