Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : DDOનાં અધ્યક્ષપણા હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે 100 દિવસની કામગીરીનાં માઇક્રોપ્લાનીંગ અંગે સમિક્ષા બેઠક યોજાઇ

  • December 30, 2022 

તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા પંચાયત કચેરી, તાપીના સભાખંડમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે 100 દિવસની કામગીરીના માઇક્રોપ્લાનીંગ અંગે સમિક્ષા બેઠક યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી ડી.ડી.ઓ.એ સૌને માર્ગદર્શન આપતા જિલ્લામાં NMMS અને નવોદય વિધાલય પરીક્ષા માટે પાછલા વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષ મહત્તમ બાળકો પરીક્ષામાં ભાગીદાર થાય તે માટેનું આયોજન કરવા સુચના આપી હતી. એકલવ્ય મોડેલ રેસીડેન્સી પરીક્ષામાં ૧૦૦ ટકા બાળકોને હોસ્ટેલમાં પ્રવેશના લક્ષ્યાંક બાબતે તમામને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.



આ ઉપરાંત પેન્શન કેસો, ઉચ્ચતર પગાર ધોરણ અંગે વિના વિલંબે કર્મચારીઓના લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારશ્રીને જણાવ્યું હતું. ૧૦૦ દિવસમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં તિથી ભોજનનો સમાવેશ કરી ૧૦૦ ટકા બાળકોને તિથિ ભોજનથી લાભાવિન્ત કરવા અંગે, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બી.આર.સી. કો.ઓર્ડિનેટરઓને ઓનલાઈન શિક્ષણ/બાળકોની નિયમિતતા પર ધ્યાન આપવા ખાસ જણાવ્યું હતું. આ સાથે તાપી જિલ્લામાં શાળાના જર્જરીત ઓરડાઓ, નવા ઓરડાઓ માટે મંજુરી અર્થે દરખાસ્ત તૈયાર કરી સમયસર મોકલી આપવા સુચન કર્યું હતું. અંતે ડી.ડી.ઓ.એ ગ્રામ્ય કક્ષાએ અનાથ બાળકોનાં ઘરની મુલાકાત લઈ માનવ સહજ પ્રકૂત્તિને ઉજાગાર કરવા તમામને ખાસ અનુરોધ કર્યો હતો.




અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૧૦૦ દિવસમાં કચેરી દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં મુખ્યત્વે SOE શાળાનો ગુણોત્સવનો ગ્રેડ સુધારાવાની સાથે SOE શાળામાં 100 ટકા સિધ્ધી પ્રાપ્ત કરવા, વર્ગખંડોના બાંધકામ પુર્ણ કરવા, કર્મચારીઓના પેન્શન કેસ, નવોદય વિદ્યાલય અને NMMSમાં મહત્તમ બાળકોની પરીક્ષામાં ભાગીદારી તથા ગુણોત્સવની માર્ગદર્શિકા મુજબ 50 ટકા શાળાઓમાં 100 ટકા સિધ્ધી હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કિ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application