વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ વર્ષ ૨૦૧૪ માં શરૂ થયેલ સ્વચ્છ ભારત અભિયાનને મળેલી સફળતાનો શ્રેય પ્રજાજનોને પણ જાય છે. આજે સ્વચ્છ ભારત મિશન જન ભાગીદારીથી જન આંદોલનના પરિણમ્યું છે, ત્યારે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ફરી એકવાર 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ દ્વારા લોકોને જાગૃત કરવાની હાંકલ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પણ સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સફળ બનાવવા માટે સરાહનીય પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે તાપી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્રના સંબંધિત વિભાગો પણ સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના પ્રત્યેક ગામોમાં 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામ્ય સ્થળે સરપંચશ્રીઓ ગ્રામજનોની સહભાગીદારી સાથે આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા,પંચાયત ઘર, જાહેર રસ્તા સહિત આજે ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરીને અન્ય ગ્રામજનોને પણ સ્વચ્છતા નો સંદેશો આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ અને બાળકો પણ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. સ્વચ્છતા ઝુંબેશ આવનારી પેઢીમાં સ્વચ્છતાની ભાવના કેળવવા કારગત સાબિત થશે. તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને નાગરિકો દ્વારા મળી રહેલ પ્રતિસાદ આ ઝુંબેશની સફળતાને ચિનિત કરી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500