Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં ''સ્વચ્છતા હી સેવા'' અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમા સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાઇ

  • November 01, 2023 

માહિતી વિભાગ, ડાંગ : રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે લોકો પણ આ ઝુંબેશમાં જોડાઈને ઘરેઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે. ડાંગ જિલ્લામા ''સ્વચ્છતા હી સેવા'' અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમા સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાવામા આવી હતી. વઘઇ આદર્શ નિવાસી શાળા, સાપુતારા આદર્શ નિવાસી શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શિંગાણા તેમજ જિલ્લાની અન્ય આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓ, વિધ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા સ્વચ્છતાની ઝૂંબેશ હાથ ધરવામા આવી હતી. વિધાર્થીઓ દ્વારા શાળા પરિસર, ક્લાસરૂમ તેમજ હોસ્ટેલમા સ્વચ્છતાનો મંત્ર ચરિતાર્થ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application