વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમી નાગરિકો સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલા આહૃવાનને સફળ બનાવવા ગુજરાતની સાથે તાપી જિલ્લાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવાનું આયોજન છે.
આગામી બે માસ એટલે કે ૮ સપ્તાહ સુધી ચાલનારા ''સ્વચ્છતા હી સેવા'' જનઆંદોલન અંતર્ગત તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામમાં તાપી નદી કિનારે આવેલ ઐતિહાસિક અંબે માતા મંદિર અને મહાદેવ મંદિર પાસે સાફ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામની સ્થાનિક બહેનોએ સફાઇ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. જુના કુકરમુંડા ગામનું આ પ્રખ્યાત મંદિર છે જ્યા ગત વર્ષો બોજપુરી ફિલ્મ 'લાલ ઇશ્ક'નું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application