કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે દેશભરમાં શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત દરેક રાજ્ય અને શહેર-ગામોમાં વિવિધ પ્રવુત્તિઓ કરાઇ રહી છે. ત્યારે બારડોલી નગરપાલિકા દ્વારા ધુલિયા ચોકડી ફ્લાયઓવર બ્રિજ અને તેની આજુબાજુના વિસ્તારોની સાફ-સફાઇ કરવામાં આવી હતી. તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ થયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓણું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે સફાઇ ઝુંબેશ જન આંદોલનમાં પરિણમ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application