જાહેરમાર્ગ પર પુરપાટ ઝડપે વાહન હંકારતા વાહનો ચાલકો સામે ઉકાઈ પોલીસે લાલ આંખ કરી છે,
ઉકાઈના જીઇબી ગેટ પાસે નરેશભાઈ બાબુભાઈ વસાવા રહે,નીંદવાડા,ઘાટફળિયું-સોનગઢ નાઓ પોતાની કબજાની મોટર સાયકલ નંબર જીજે/26/એફ/4584 ને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા પકડાઈ ગયા હતા, આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જયારે બીજા બનાવમાં ઉકાઈ કેલ્સ હોટલ પાસે સુનીલભાઈ જાલમસિંગભાઈ વસાવા રહે, લિંબી, પીપળ ફળિયું-સોનગઢ નો પોતાની કબજાની મોટર સાયકલ નંબર જીજે/19/એન/114 ને પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પોતાની તથા રાહદારીનો જીવ જોખમમાં મુકાય તે રીતે ચલાવતા પકડાઈ ગયો હતો આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500