Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઇ ડેમઃ ઇનફલો ૧.૫૦ લાખ ક્યુસેક સાથે સપાટી ૩૩૬ ફુટને પાર : ૨૪ કલાકમાં બે ફુટનો વધારો

  • September 09, 2021 

સુરત શહેર-જિલ્લામાં આજે સતત ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત્ રહેવા પામી છે. આજે વહેલી સવારથી શહેરના અલગ - અલગ ઝોન વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા છે. અલબત્ત ઉકાઇ ડેમના ઉપરવાસમાં એકધારા વરસાદને પગલે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં સડસડાટ બે ફુટનો વધારો નોંધાયો છે. હાલ ઉકાઇ ડેમમાં ૧.૪૩ લાખ ક્યુસેક પાણીની આવક સાથે સપાટી ૩૩૬ ફુટને વટાવી ચુકી છે. 

 

 

 

 

 

તાપી જિલ્લાના વાલોડ અને ઉચ્છલમાં ઍક મીમી, નિઝર અને વ્યારામાં બબ્બે મીમી, સોનગઢમાં છ મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ચાર મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય વરાછા ઝોન બીમાં ત્રણ મીમી, વરાછા ઝોન એમાં બે મીમી, લિંબાયતમાં એક મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના ઉમરપાડામાં ગણતરીનાં કલાકોમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ જવા પામી છે. ચોર્યાસી તાલુકામાં બે મીમી, કામરેજમાં ચાર મીમી, મહુવામાં બે મીમી, પલસાણામાં ચાર મીમી અને તાપી જિલ્લાના વાલોડ અને ઉચ્છલમાં ઍક મીમી, નિઝર અને વ્યારામાં બબ્બે મીમી, સોનગઢમાં છ મીમી વરસાદ નોંધાયો છે.

 

 

 

 

 

સાંજ સુધીમાં ઉકાઇ ડેમની સપાટી ૩૩૭ ફુટને વટાવી જાય તેવી સંભાવના

તાપી જિલ્લાના કુકરમુંડામાં સૌથી વધુ ૨૪ મીમી વરસાદ નોંધાવા પામ્યો છે. બીજી તરફ શહેરની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી એકધારા વરસાદને પગલે નવા નીરનું આગમન જોવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી ઉકાઇ ડેમમાં ઇનફલો દોઢ લાખ ક્યુસેકથી વધુ નોંધાતા ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં બે ફુટનો વધારો જોવા મળ્યો છે. આજે ­પ્રકાશા ડેમની સપાટી ૧૧૬.૯૦ મીટર નોંધાવાની સાથે તાપી નદીમાં ૧.૩૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે. આ સિવાય હથનુર ડેમની સપાટી પણ ૨૦૯ મીટરને વટાવી ચુકી છે અને હાલ ૭૮ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આજે સાંજ સુધીમાં ઉકાઇ ડેમની સપાટી ૩૩૭ ફુટને વટાવી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application