દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરી છે તો સાથે તાપી નદીના ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ ઍરિયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે છ વાગ્યાથી બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં કુલ ૬૭૧.૮૦ મી.મી વરસાદ પડ્યો હતો.
આજે સાંજે ૪ વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૨૫.૬૬ ફુટ નોધાઈ હતી
ઉપરવાસમાં વરસાદની શરુઆત થવાની સાથે ઉકાઈડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે ૪ વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૨૫.૬૬ ફુટ નોધાઈ હતી જયારે ડેમમાં પાણીની આવક ૨૭,૧૯૨ ક્યુસેક અને જાવક ૧૦૦૦ ક્યુસેક નોધાઈ છે.આ ઉપરાંત હથનુર ડેમની સપાટી ૨૦૯.૮૮૦ મીટર અને ડેમમાંથી ૫,૯૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવે છે અને પ્રકાશા ડેમમાંથી ૧૫,૨૫૪ ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500