દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડતા આજે ગુરુવાર બપોરે ૩ કલાકે ઉકાઈ ડેમમાં જળરાશી ની આવકમાં વધારો થતાં ૮૧,૪૨૦ કયુસેક નોંધાઈ છે જ્યારે ડેમની જળ સપાટી ૩૪૨.૫૪ ફૂટ નોંધાઇ છે,આજની સ્થિતિ મુજબ ઉકાઈ ડેમ હવે માત્ર અઢી ફૂટ જેટલો ખાલી છે.
હાલમાં ડેમના માત્ર ૩ ગેટ ૪ ફૂટ ખોલી ૪૬,૪૯૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે..
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિદાય લેતા ચોમાસામાં ભાદરવે મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા છે અને ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે,ઉકાઈ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ આજે તા.૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૨ નારોજ બપોરે ૩ કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક ૮૧,૪૨૦ ક્યુસેક થઈ રહી છે અને ડેમની જળ સપાટી ૩૪૨.૫૪ ફૂટ ઉપર પહોચી ગઈ છે સપ્ટેમ્બર માસની આખર સુધીમાં ઉકાઈ ડેમ ને પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ ભરી દેવા માટે ડેમમાંથી ઓછા વધતા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે,અને હાલમાં ડેમના માત્ર ૩ ગેટ ૪ ફૂટ ખોલી ૪૬,૪૯૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમની જળ સપાટીમાં ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે.
ઉકાઈ ડેમ પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ સુધી ભરાઈ જાય તેવી શક્યતા છે...
ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે તેથી ડેમને ભરી દેવાના પ્રયાસ રૂપે ડેમમાંથી ઓછા વધતા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, આજે બપોરે ડેમ માત્ર અઢી ફૂટ ખાલી છે,ત્યારે નજીકના દિવસોમાં ઉકાઈ ડેમ પૂર્ણ ક્ષમતા મુજબ ૩૪૫ ફૂટ સુધી ભરાઈ જાય તેવી શક્યતા છે પાછોતરા વરસાદે તંત્રની ચિંતામા ઘણો ઘટાડો કરી લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500