વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. સવારે ૬.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન ચોર્યાસી તાલુકામાં ૧૮ મિ.મી. તથા ઓલપાડમાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાયેલું રહ્યું હતું.
કાકરાપાર વિયર લેવલ ૧૬૦.૧૦ ફૂટ
જ્યારે જિલ્લાના બારડોલી તાલુકામાં પણ ૬ મિમી, કામરેજમાં ૪ મિ.મી, પલસાણામાં ૨, માંડવીમાં ૩, અને મહુવામાં ૪, માંગરોળમાં ૯ મિ.મી વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં છુટા છવાયા વરસાદી ઝાપટાઓ પડયા હતા. જ્યારે ઉમરપાડા તાલુકો કોરોકટ રહ્યો હતો. આજ રોજ ઉકાઈ ડેમ ૩૩૩ ફૂટની રૂલ લેવલ છે, ત્યારે સાંજે ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક ૬૫૮૩૫ કયુસેક તથા જાવક ૬૦૦ કયુસેક તેમજ ડેમની સપાટી ૩૧૫.૯૩ ફૂટ પહોંચી હતી. જ્યારે કાકરાપાર વિયર લેવલ ૧૬૦.૧૦ ફૂટ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500