મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં મહાકાલ લોકમાં ત્રણ દિવસ બાદ બીજી મોટી ઘટના સામે આવી છે. મહાકાલ લોકમાં સપ્ત ઋષિની મૂર્તિઓ પડી ગયા બાદ હવે ગતરોજ બપોરે નંદી દ્વાર ખાતેનો કળશ ધરાશાયી થયો છે. મંદિરમાં ભક્તોની આવન-જાવન ચાલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. જોકે ભક્તોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટલી છે. ઉલ્લેખનિય છે કે, મહાકાલ લોકમાં નંદી દ્વાર આવેલું છે અને ભક્તો આ દ્વારથી પ્રવેશ કરે છે. અહીં લાડવાના આકારના કેટલાક કળશ લગાવાયા છે. કળશ પડી જતા પરિસરની જમીનમાં લાગેલી ટાઈલ્સ તુટી ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, તારીખ 28મી મેએ ઉજ્જૈનમાં ઝડપી પવન ફુંકાયો હતો, જેના કારણે મહાકાલ લોકમાં સ્થાપિત સપ્ત ઋષિમાંથી 6 ઋષિઓની મૂર્તિઓ પેડસ્ટલ પરથી પડી જતા ખંડિત થઈ હતી. જ્યારે ગતરોજ સાંજે દ્વારની ડિઝાઈનમાં લગાવાયેલ કળશ અચાનક તૂટી ગયો હતો. આ કળશ પથ્થરમાંથી બનાવાયો છે. મળતા અહેવાલો મુજબ આ મૂર્તિઓની 10 વર્ષ સુધીની દેખરેખની જવાબદારી મૂર્તિઓ બનાવનારી કંપની એમપી બાબરિયા ફર્મની છે. કંપનીના કારીગરો દ્વાર મહાકાલ લોકમાં ખંડીત થયેલી સપ્ત ઋષિઓની મૂર્તિઓના સમારકામ શરૂ કરી દેવાયું છે. મૂર્તિમાં ખંડીત થયેલા ભાગને રિપેર કરવામાં આવી રહ્યો છે અને કલર કરાયા બાદ ફરી મૂર્તિઓને સ્થાપિત કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500