મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ડોસવાડા ગામના ડુંગરી ફળિયાના ચાર રસ્તા પાસે જાહેરમાં પીકઅપ ટેમ્પોના ચાલકે મોપડ બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બે યુવકો ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના આમપાડા ગામે રહેતા સાઉલ દિનજ ગાવીતનો ગત તારીખ ૧૯-૦૧-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાનો પીકઅપ ટેમ્પો નંબર જીજે-૨૬-ટી-૯૫૪૩ને લઈ ડોસવાડા ગામના ડુંગરી ફળિયાના ચાર રસ્તા પાસે જાહેરમાં રોડ ઉપરથી પસાર થતા હતા તે સમયે સોનગઢના ડોસવાડા ગામના ઓવારી ફળિયામાં રહેતો આશિષ ગણપતભાઈ ગામીતની TVS મોપેડ બાઈક નંબર જીજે-૨૬-એજી-૪૪૫૪ને અડફેટેમાં લઈ રોડ ઉપર પાડી દઈ અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં આશિષભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ મોપેડ બાઈકની પાછળ સવાર સંતોષભાઈ હિતેશભાઈ ગામીતને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે કિરણભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે તારીખ ૦૧-૦૨-૨૦૨૫ નારોજ પીકઅપ ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500