Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંખરી ગામ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : કારમાં કાર્ટિંગ માટે મુકેલ લાખો રૂપિયા વિદેશી દારૂના જથ્થો મળ્યો

  • February 04, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના પાંખરી ગામના સડક ફળીયામાં એક ઘરની પજારીના ભાગેથી સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફે વગર પાસ પરમિટે કારમાં કાર્ટિંગ માટે મુકેલ લાખો રૂપિયા વિદેશી દારૂના જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે સ્થળ ઉપરથી ૧૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં પ્રોહી. તથા જુગાર અને તમામ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ શોધી રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


તે દરમિયાન બાતમીદાર થકી પાક્કી બાતમી મળી હતી કે, ઉચ્છલના પાંખરી ગામના સડક ફળિયામાં રહેતા અર્જુન વસાવાભાઈ ગામીતના ઘરની પજારીમાં ફોરવ્હીલ ગાડીઓમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પુનાભાઈ ભાથાભાઈ ભરવાડ રહે.સોનગઢ નાઓ મહારાષ્ટ્રથી લાવી મૂકી રાખ્યો છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટાફે સ્થળ ઉપર જઈ રેડ કરતા ત્યાં સ્થળ ઉપર અર્જુન વસાવાભાઈ ઉર્ફે વાહવાભાઈ ગામીતનો મળી આવ્યો હતો જેને સાથે રાખી ઘરની પજારીમાં બેટરી તથા લાઈટ વડે તપાસ કરતા પજારીમાં બે ફોરવ્હીલ કાર પાર્ક હતી.


જેમાં એક સફેદ કલરની XUV 500 નંબર જીજે/૨૧/એએ/૯૧૬૬ની લોક કરેલ હતી જેમાં બેટરીના અજવાળે જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હતો તેમજ તેની બાજુમાં પાર્ક બીજી મહિન્દ્રા કંપની સિલ્વર કલરની કાર XUV 500 જીજે/૨૬/એ/૫૯૬૪માં પણ ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ મળી હતી. તેમજ બંને કાર વિશે પૂછતા આ બંને ગાડીઓ સોનગઢના પુનાભાઈ ભાથાભાઈ ભરવાડના હોવાની જાણવા મળ્યું હતું અને પુનાભાઈ ભરવાડ ના કહેવાથી તેમનો ડ્રાઈવર લાખાભાઈ ભરવાડ તથા બીજા ડ્રાઈવર જેનાઠામ ખબર નથી તેમને મહારાષ્ટ્ર ખાતેથી ગાડીઓમાં વિદેશી દારુ ભરી લાવી અને આ જગ્યાએથી પુનાભાઈ ભરવાડનો ડ્રાઈવર લાખાભાઈ ભરવાડ તથા બીજા ડ્રાઈવર જેનું નામ ખબર નથી તેઓ મળી આ જગ્યા પરથી વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા હતા.


આમ, પોલીસે સ્થળ ઉપરથી બે XUV ફોરવ્હીલ જેની કિંમત રૂપિયા ૮ લાખ અને કારમાંથી મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બીયર ટીન મળી કૂલ ૨,૮૦૫ નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૪,૮૨,૮૯૦/- મળી કૂલ રૂપિયા ૧૨,૮૨,૮૯૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે એ.એસ.આઈ. મુકેશભાઈ વેલજીભાઈ રાઠોડની ફરિયાદના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application