મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ પોલીસે છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા રીઢા ગુનેગાર વિપુલભાઈ મંગાભાઈ ભુરીયા નાઓને ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ તારીખ ૦૧-૦૨-૨૦૨૫ નારોજ છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી વિપુલભાઈ મંગાભાઈ ભુરીયા (રહે.ચિલાકોટા ગામ, તા.લીમખેડા, જિ.દાહોદ)ને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે ઉત્તરપ્રદેશ રાજયના ગોરખપુર ખાતેથી ઝડપી પાડી વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો. વધુમાં આરોપી વિરુદ્ધ બોરસદ રૂલર પોલીસ, કાકરાપાર પોલીસ અને વ્યારા પોલીસ મથકે પણ ગુન્હા નોંધાયેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500