વ્યારાના કપુરા ગામમાંથી 15 વર્ષીય સગીરાનું બાઈક પર આવેલા બે યુવકોએ અપહરણ કરી લઇ જતા પોલીસ દોડતી થઇ હતી, જોકે આ મામલે પોલીસે બે યુવકો સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર વ્યારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીર પોતાની દાદી સાથે રવિવારે સવારે આશરે અગિયાર કલાકના અરસામાં કપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાર્લરનું કામ હોવાથી બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમિયાન એક બાઈક પર આવેલા બે યુવકોએ સગીરાને બાઈક પર બેસાડી ભાગવા લાગ્યા હતા જોકે સાથે ગયેલી દાદીએ સગીરાનો હાથ પકડી રાખ્યો હતો તે છોડાવી બાઈક પર આવેલા યુવકોએ સગીરાને લઇ ફરાર થઇ ગયા હતા,
જોકે બાઈક પર સવાર બે યુવકો પૈકી એક યુવક યુવરાજ દિનેશભાઈ વસાવા રહે, વાઘપારા તા.ઝગડીયા જી.ભરૂચ નાનો હોવાનો દાદીએ પોલીસને જણાવ્યું હતું, બનાવ અંગે સગીરાની માતાની ફરિયાદના આધારે યુવરાજ દિનેશભાઈ વસાવા અને તેના સાથેના અન્ય એક યુવક વિરુદ્ધ વ્યારા પોલીસએ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500