મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં પાંચપીપળા ગામનાં સબસીડી ફળીયામાં આવેલ લાલુભાઈ ચંદુભાઈ ચૌધરીની દુકાન સામેનાં રોડ ઉપર એક ફોર વ્હીલનાં ચાલકે સામેથી મોપેડ બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર બંને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર રાજ્યનાં નંદુરબાર જિલ્લાનાં નવાપુર તાલુકાનાં ભાવરે ગામનાં ઉચલી ફળિયામાં રહેતો યોહાન સોમવેલભાઈ નાઈક નાઓ ગત તારીખ ૩૦/૧૧/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની KTM ડ્યુટ મોપેડ બાઈક જીજે/૨૬/એજી/૬૮૫૯ પર તેના મિત્ર અંકિત સાથે સોનગઢનાં પાંચપીપળા સબસીડી ફળીયામાં આવેલ લાલુભાઈ ચંદુભાઈ ચૌધરીની દુકાન સામેનાં રોડ ઉપરથી પસાર થતાં હતા. તે સમયે એક ફોર વ્હીલ ગાડી નંબર ડીએન/૦૯/એમ/૨૩૧૧નાં ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી યોહાનની મોપેડ બાઈકની સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જોકે આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને જણા રોડ ઉપર પટકાઈ ગયા હતા જેથી યોહાનને જમણા પગનાં થાપના ભાગે ફેકચર કરી તેમજ તેના સાથે સવાર તેનો મિત્ર અંકિતને પણ બંને પગમાં સંન્યા ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે મોપેડ બાઈક ચાલક યોહાનએ તારીખ ૦૧/૧૨/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ફોર વ્હીલનાં ચાલક સામે ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application