Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ હોસ્પિટલના વોર્ડ બોયે રત્નકલાકારને પેટમાં ચપ્પુના બે અને પગમાં એક ઘા ઝીંક્યા

  • September 06, 2020 

લાલદરવાજા વિસ્તારમાં રત્નકલાકારને તેના લગ્ન થતા ન હોય નવી સિવિલ હોસ્પિટલના વોર્ડ બોયે ચીડવ્યો હતો. આથી રત્નકલાકારે ઠપકો આપતા ઉશ્કેરાયેલા વોર્ડ બોયે રત્નકલાકારને પેટમાં ચપ્પુના બે ઘા અને પગમાં એક ઘા ઝીંક્યા હતા. બનાવ અંગે મહિધરપુરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

લાલદરવાજા કિલ્લા શેઠની વાડીમાં રહેતા રત્નકલાકાર રૂપેશભાઇ સુરેશભાઇ આંબલીયા હજુ અપરણિત છે. રૂપેશભાઈ મહોલ્લાના રહીશો સાથે છોવાળાની શેરી ખાતે સિમેન્ટ્ના બાકડા ઉપર બેસેલા ત્યારે મહોલ્લામાં નળીયા શેરી શિવ કોમ્પ્લેક્ષ ઘર નં.૪૦૨ માં રહેતો અને નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો દિપક રવિભાઇ સુર્યવંશી ત્યાં આવ્યો હતો અને રૂપેશભાઈને અપરણીત હોવા બાબતે ચીડવવા માંડયો હતો.

 

આથી રૂપેશભાઈએ તેને ઠપકો આપ્યો હતો. ઠપકાને લીધે ઉશ્કેરાયેલા દિપકે ઝઘડો કરી રુપેશભાઈને ફેટ મારી હતી અને બીજી ફેટ મારવા જતા રૂપેશભાઈએ ધક્કો મારતા દિપક નીચે પડી ગયો હતો અને બાદમાં ઉઠીને ભાગી ગયો હતો. જોકે, ૧૦ મિનિટ બાદ તે પાછો આવ્યો હતો અને રુપેશભાઈના પેટમાં ચપ્પુના બે ઘા અને પગમાં એક ઘા ઝીંક્યા હતા. લોકો એકત્ર થતા દિપક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત રુપેશભાઈને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા દોડી ગયેલી મહિધરપુરા પોલીસે રૂપેશભાઈની ફરિયાદના આધારે દિપક વિરૂદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીઆઇ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application