Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના બે યુવકો દારૂની હેરાફેરી કરતા પકડાયા, કુલ 52 હજારનો મુદ્દામાલ જપ્ત

  • September 26, 2020 

તાપી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે સોનગઢના માંડળ ગામના ટોલનાકા પાસેથી આજરોજ હોન્ડા યુનીકોન નંબર જીજે/26/એએ/4467 ને ઝડપી પાડી બાઈક ઉપર સવાર અપ્પુ ઉર્ફે તેજસભાઈ સોમનાથ પટેલ રહે, જમાદાર ફળિયું-સોનગઢ અને આશિષભાઈ વાડીલાલભાઈ ગામીત રહે, શિવાજી નગર-સોનગઢ નાઓની પાસેથી એક વિમલના થેલામાંથી વિદેશીદારૂ-દેશી દારૂ સુગંધી સંતરાની તથા ડીએસપી બ્લેક વિસ્કીની બોટલ નંગ 192 જેની કિંમત રૂપિયા 12,000/- નો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો,

 

પોલીસ દ્વારા બંને જણાની વધુ પૂછ પરછ હાથ ધરતા સોનગઢના જમાદાર ફળીયામાં રહેતો શંકરભાઈ શિવાભાઈ કોકણીએ દારૂ ભરી આપ્યો હતો અને વ્યારાના મગદુમ નગર,મહાદેવનગરમાં રહેતી ગુડ્ડી ઉર્ફે સીતાબેન ગામીતે દારૂ મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદ ના આધારે દારૂ અને બાઈક મળી કુલ રૂપિયા 52,200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પકડાયેલા બંને આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી દારૂ ભરી આપનાર અને મંગાવનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

 

અપ્પુ ઉર્ફે તેજસભાઈ સોમનાથ પટેલ રહે, જમાદાર ફળિયું-સોનગઢ અને આશિષભાઈ વાડીલાલભાઈ ગામીત રહે, શિવાજી નગર-સોનગઢ નાઓની પાસેથી એક વિમલના થેલામાંથી વિદેશીદારૂ-દેશી દારૂ સુગંધી સંતરાની તથા ડીએસપી બ્લેક વિસ્કીની બોટલ નંગ 192 જેની કિંમત રૂપિયા 12,000/- નો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application