Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નીઝર-ઉચ્છલ હાઇવે પર બાઈક સામસામે ભટકતા બે યુવકોના મોત

  • April 14, 2023 

નિઝરના રૂમકીતલાવ ગામની સીમમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે ઉપર બે બાઈક સામસામે ભટકાતા બે યુવકોના મોત નિપજ્યા હતા જયારે તઅન્ય એક યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.


મળતી માહિતી મુજબ કુકરમુંડાના બાલ્દા ગામે રહેતો સંતોષભાઈ રતિલાલભાઈ પટેલ (ઉ.વ.૩૮) નાનો બાઈક નંબર જીજે/૧૯/એસ/૫૦૨૫ ઉપર હિતેશભાઇ અંબાલાલ ચૌધરી, રહે.ચિચોદા, તા.નિઝર નાની સાથે નિઝરથી ઉચ્છલ તરફ જઈ રહ્યો હતો જયારે અજયભાઇ ભામટયાભાઇ ગાવીત (ઉ.વ.૨૬) રહે.ખલીભરડી,પોસ્ટ.રાયપુર,તા.નવાપુર,જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) નાઓ બાઈક નંબર જીજે/૦૫/એચએક્સ/૧૮૦૨ની લઈને ઉચ્છલ તરફથી આવતા હતા તે દરમિયાન રૂમકીતલાવ ગામના પુલ પાસે આવતા રસ્તાની વચ્ચે બન્ને બાઈક સામસામે ભટકાઈ હતી આ અકસ્માતમાં બાઈક સંતોષભાઈ પટેલ અને અજયભાઇ ગાવીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના મોત નિપજ્યું હતા. જયારે હિતેશભાઇ અંબાલાલ ચૌધરીને પગના ઘુંટણના ભાગે ગંભીર ઇજા હતી.


બનાવ અંગે અંબાલાલભાઇ તુકારામભાઇ પટેલ (ઉ.વ.૫૫) રહે.ચિચોદા, તા.નિઝર જી.તાપી નાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તા.૧૨/૦૪/૨૦૨૩ નારોજ બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application