મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા RTO ચેક પોસ્ટ પાસે સુરત ધુલિયા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે ટ્રકમાં પશુઓનું વહન કરનાર બે ઈસમોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં નવા RTO ચેક પોસ્ટ પાસે સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-53 ઉપરથી પર એક આઈસર ટેમ્પો નંબર GJ/15/AV/2790નો ચાલક વિકાસ દિલીપભાઈ ગાયકવાડ (રહે.કણઝા ફાટક પાસે, મહાદેવ નગર, વ્યારા) અને તેની સાથે બેસેલ બીજો ઈસમ અસલમખાન ઉમરખાન આલીસર (હાલ રહે.કામરેજ, સુરત, મૂળ રહે.રાજસ્થાન) નાંઓએ પોતાનાં કબ્જાનાં ટ્રકમાં કાળા કલરની 11 નંગ ભેંસો અને 1 નંગ પાડિયું ને ખીંચોખીંચ કૃરતા પૂર્વક બાંધી અને પશુઓને દુઃખ દર્દ ભોગવવું પડે તેવી રીતે વાહનમાં ભેંસોને ટૂંકા દોરડા વડે બાંધી ભેંસો માટે ઘાસ ચારાનો ખોરાક અને પાણીની વ્યવસ્થા કે પછી તળિયે માટી નહિ રાખી તેમજ ભેંસોને હલનચલન માટે મોકળાશ નહી રાખી ભેંસોને લઈ જવા માટે કોઈ સમક્ષ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે ભરી લઈ કતલખાને લઈ જતાં ઝડપી પાડ્યા હતા.
વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ ભેંસોને સિંકદર સુભાન આલીસર (રહે.કામરેજ, સુરત) ભરાવી આપી હતી, જયારે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે આવેલ સાંઈ ગોલ્ડન હોટલ પાછળ Fair Export કંપનીમાં કામ કરતો ઈસમ જેના નામ ઠામની ખબર નથી અને તેઓએ કતલખાને લઈ જવા આ ભેંસો મંગાવેલ હતી. તેમજ સોનગઢનાં માંડળ ટોલનાકાથી નવાપુર બોર્ડર સુધી ટ્રક પસાર કરાવવા મદદ કરનાર બિટ્ટુ ગાવિત જેના પુરા નામ ઠામની ખબર નથી. આમ, પોલીસે ટાટા ટ્રક જેની કિંમત રૂપિયા 5 લાખ, 11 નંગ ભેંસો જેની કિંમત રૂપિયા 2,75,000/-, અને 1 નંગ પાડિયું જેની કિંમત રૂપિયા 3 હજાર અને 3 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા 7,93,000/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500