Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જ્વેલરી શોપમાં ગ્રાહકનાં સ્વાંગમાં આવી ચોરી કરતી બે મહિલાઓ ઝડપાઈ

  • January 09, 2024 

માંડવીની જ્વેલરી શોપમાં ગ્રાહકનાં સ્વાંગમાં બુરખો પહેરીને આવેલી બે મહિલાઓ ચોરી કરતા પકડાઈ જતા વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, હરણી રોડની જાગૃતિ સોસાયટીમાં રહેતો સહર્ષ પાટડીયા માંડવી ખાતે શ્રી લાલજીભાઈ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સાંજે હું મારા પિતા સાથે દુકાન પર હતો.


તે દરમિયાન બે મહિલાઓ બુરખો પહેરીને ખરીદી કરવા માટે અમારી દુકાનમાં આવી હતી અને વીટી બતાવવા માટે કહ્યું હતું. મારા દુકાન પર કામ કરતાં મિતલબેન તેઓના સોનાની વીંટી બતાવી હતી તેઓએ થોડીવાર વીટી જોવા માંગતા આપી હતી. આ મહિલાની સાથે આવેલી અન્ય મહિલા દુકાનમાં આગળ પાછળ જોતી હોવાથી મને તેના પર શંકા ગઈ હતી જેથી હું તેની પાછળ ઉભો રહી ગયો હતો અને તેઓ શું કરે છે તેના પર નજર રાખતો હતો. તે દરમિયાન અમારી દુકાનમાં કામ કરતા મિતલબેનએ મને કહ્યું કે, હું આ વીટીનું બોક્સ બતાવતી હતી તેમાંથી એક વીટી ઓછી થઈ ગઈ છે.



જેથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓને તેમનો બુરખો હટાવી મોઢું બતાવવાનું કહેતા તેઓએ મોઢું બતાવ્યું ન હતું અને ખુરશી પરથી અચાનક ઊભા થતા તેમના ખોળામાંથી એક સોનાની વીંટી પડી ગઈ હતી. આ બંને મહિલાઓ ચોરી કરવાના ઇરાદે આવી હતી અને ચોરી કરતા પકડાઈ ગઈ હતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી. પકડાયેલી બંને મહિલાઓનું નામ સાલેહાબીબી કમાલુદ્દીન શેખ તથા હીના કમાંલુદીન શેખ રહેવાસી આકુતપુરા હોવાનું જાણવા મળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application