વલસાડ જિલ્લાનાં પારડી હાઇવે વલસાડી ઝાંપા બ્રિજ ઉપરથી પસાર થતાં કન્ટેનરમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. મળતી માહિતી મુજબ, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, એક કન્ટેનરના કેબીનનાં ભાગે ચોર ખાના બનાવીને રૂ.૨.૫૯ લાખના દારૂની હેરાફેરી થનાર છે. આથી પોલીસે પારડી વલસાડીઝાંપા હાઇવેના ઓવર બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળું કન્ટેનર કન્ટેનર નંબર જીજે/૧૬/એયુ/૮૭૮૧ આવતા પોલીસે તેને અટકાવી તપાસ આદરી હતી. જેમાં કેબિનના ભાગે બનાવાયેલા ચોર ખાનામાંથી દારૂની ૧૧૧૦ બોટલ ભરેલ ૩૮ બોક્સ મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત ૨.૫૯ લાખ થાય છે. આ સાથે જ પોલીસે ટેમ્પોનો ચાલક મોહમદ નૂર આલમ જમાલુદ્દીન સિદ્દીકી (રહે.ભરૂચ, મૂળ રહે.યુપી) અને મોહમદ રસીદ મોહમદ ઈરશાદ શેખ (રહે.યુપી)ને ઝડપી પાડયા હતા. અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણના છોટુ નામના ઈસમે વાહનમાં દારૂ ભરી આપ્યો હોવાનું ચાલકે જણાવ્યું હતુ. ઉપરાંત આ દારૂનોથ્થો કરજણના પટેલ નામના ઈસમને પહોંચાડવાનો હોવાની કબૂલાત પણ વાહનચાલકે કરી હતી. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન, કન્ટેનર સહિતનો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500