દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારીમાત્રામાં પાણી ભરાયા છે, ત્યારે દિલ્હીના રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાતા બે વિદ્યાર્થીના ડૂબવાથી મોત નીપજ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, બેઝમેન્ટમાં પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન NDRF અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દેશના મોટાભાગના રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારીમાત્રામાં પાણી ભરાયાં છે, ત્યારે અતિભારે વરસાદને લઈને દિલ્હીના રાજેન્દ્રનગર ખાતે આવેલા રાવ IAS એકેડમીના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, બેઝમેન્ટમાં વધુ પાણી ભરાયું હોવાથી તેમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે.
વધુ પડતા પાણીના ભરાવા સામે કેટલાક વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થાળે પહોંચીને ભોંયરામાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે ફાયર વિભાગમાં સવા સાત વાગ્યાની આજુબાજુમાં જાણકારી મળી હતી, ત્યારે ઘટના સ્થળ પર ફાયર વિભાગની સાત ગાડીની સાથે-સાથે NDRFની ટીમ આવી પહોંચી છે. આ દરમિયાન કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ફસાયેલા વિદ્યાર્થીઓની બચાવવાની કામગીરી ચાલી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500