રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત્ત વરીષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમના મુખ્ય સલાહકાર અને સલાહકારની બે નવી જગ્યાઓ બનાવી છે. આ જગ્યાઓ પર રાજ્યના બે નિવૃત્ત વરીષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે.
ભારત સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ ડો. હસમુખ અઢિયાને મુખ્ય સલાહકાર તરીકે અને એસએસ રાઠોડ, ભૂતપૂર્વ સચિવ, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય સરકારની સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ડોક્ટર હસમુખ અઢીયા એક ભારતીય વહીવટી સેવા અધિકારી છે. જેમણે ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી છે. 30 નવેમ્બર 2018ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. તેઓ નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઉર્જા અને બિનપરંપરાગત ઉર્જા, મૂડીરોકાણને લગતી તમામ નીતિઓ અને તેના મોનિટરિંગ અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા અન્ય ક્ષેત્રો અંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપશે.
મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડની વાત કરવામાં આવે તો તેઓ તેમનું પૂરું નામ સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોડ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસના અધિકારી છે તેમણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અને જળ સંસાધન વિભાગમાં સચિવ તરીકે સેવા આપી હતી અને 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. હવે તેઓ મુખ્યમંત્રીના સલાહાક તરીકે નિમણૂક પામ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500