નિઝરના વાંકા ચાર રસ્તા પાસેથી એક કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ-તાપીની ટીમે સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૧/૦૩/૨૦૨૩ નારોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજી પરબતજીભાઈને મળેલ બાતમીના આધારે નિઝર ગામના વાંકા ચાર રસ્તા પાસેથી એક હુન્ડાઈ કંપનીની સેન્ટ્રો કાર નંબર જીજે/૦૫/સીડી/૦૯૦૮માં તપાસ હાથ ધરતા કારમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ ૧૮૦ જેની કિંમત રૂપિયા ૫૧,૬૦૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે (૧) દિનેશભાઈ મોહનલાલ બિશ્નોઈ (ઉ.વ.૨૪) (૨) હનુમાન હરલાલ બિશ્નોઈ હાલ બને રહે, બજરંગ લાઈટ હાઉસની પાછળ ભરકમોડા વાપી-વલસાડ મૂળ રહે,રાજસ્થાન નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ મામલે હેડકોન્સ્ટેબલની ફરિયાદના આધારે પકડાયેલા બને આરોપીઓના કબજામાંથી ૫,૫૦૦/-ના ૨ મોબાઈલ ફોન, ૧,૫૦,૦૦૦/-ની કાર તેમજ ૫૧,૬૦૦/-ની કિંમતનો ઈંગ્લીશદારૂ મળી કુલ્લે રૂપિયા ૨,૦૭,૧૦૦/- નો મુદ્દામાલ ક્બ્જે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500