નિઝરના હથનુર ગામના પુલ ઉપર ટ્રક અડફેટે બાઈક સવાર ૨ વ્યક્તિઓના ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યા હોવાનો બનાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના હથનુર ગામની સીમમાંથી પસાર થતો નિઝરથી ઉચ્છલ તરફ જતો સ્ટેટ હાઈવે નંબર-૮૦ ઉપર આજરોજ સવારે વહેલી સવારે ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૦૮૮૯ ના ચાલકે પોતાના ક્બ્જાનું ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ બાઈક નંબર જીજે/૨૬/આર/૫૩૭૫ને અટફેટે લેતા બાઈક ઉપર સવાર ગોપીન્દ્રાભાઈ કીકાભાઈ વળવી (ઉ.વ.૫૪) રહે, માણેકપુર તા.ઉચ્છલ અને જેશુબેન સેગાભાઈ પાડવી (ઉ.વ.૭૦) રહે,ચીરમાટી તા.કુકરમુંડા નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાના કબ્જાની ટ્રક લઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગે નરેશભાઈ ગોરજીભાઈ વસાવા રહે, બોરઠા (નવલપુર) તા.નિઝર નાઓની ફરિયાદના આધારે નિઝર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application