દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SOG અને સ્થાનિક પોલીસે નશાના કાળા કારોબાર પર સપાટો બોલાવ્યો છે.આયુર્વેદિક સિરપ, ટેબ્લેટ અને દવાઓની આડમાં નશાના ચાલતા વેપાલાનો પર્દાફાશ કર્યો છે.પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી નશાકારક પદાર્થનું વેચાણ કરતા પેડલરોને ઝડપી પાડ્યા છે.જેમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક સિરપની 1608 બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 724.51 ગ્રામની 1200 નંગ નશાકારક કેપ્સુલ સાથે બે ઈસમોને દબોચી લીધા છે. સલાયા વિસ્તારમાંથી સિરપની 14 બોટલ અને એક લીટર નશાકારક પ્રવાહી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.આ જ રીતે ખંભાળિયા વિસ્તારમાંથી બે શખ્સો પાસેથી 1 હજાર નશાકાર સિરપ અને સલાયામાંથી એક પાસેથી સિપની 27 બોટલ ઝડપી પાડી કાર્યવાહી કરી છે.મહત્વનું છે કે પોલીસે દેવભૂમિદ્વારકા જિલ્લામાં છેલ્લા 6 માસમાં 9 જેટલા આરોપીઓ સામે નાર્કોટિક્સની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application