મુંબઈનાં થાણેમાં રેમન્ડ કંપનીમાં ચાલી રહેલ સાઈટ પર ખોદકામ માટે મળેલી પરવાનગી કરતા વધુ ખોદકામ કર્યું હોય તેવા ખોટા રિપોર્ટ વરિષ્ઠોને સબમીટ ન કરવા 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરનાર સર્કલ ઓફિસર સહિત બે જણની થાણે એન્ટી કરપ્શન બ્યુરોએ બે લાખની રોકડ સ્વીકારતા રંગે હાથ ધરપકડ કરી હતી. એસીબીએ પકડી પાડેલા આરોપીઓમાં સર્કલ ઓફિસર મહેન્દ્ર ગજાનન પાટીલ (ઉ.વ.56) અને તેમના ખાનગી માણસ વાજીદ મહેબુબ મલેક (ઉ.વ.63)નો સમાવેશ થાય છે. જોકે બુધવારે બપોરે તહેસીલદાર ઓફિસમાં જ છટકું ગાઠવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ વિગતાનુસાર થાણેની રેમન્ડ કંપનીમાં એક સાઈટ પર ખોદકામ ચાલી રહ્યું હતું.
આ ખોદકામ માટે પરવાનગી લેવામાં આવી હતી. જોકે લાંચીયા અધિકારી પાટીલ ફરિયાદીને જણાવ્યું હતું કે, તે તેને વરિષ્ઠોને એવો ખોટો રિપોર્ટ આપશે કે ફરિયાદીએ તેને આપેલ પરવાનગીથી વધુ ખોદકામ કર્યું છે. જો તે ઈચ્છતો હોય કે આવો રિપોર્ટ ન સબમીટ કરવામાં આને તો તે માટે 10 લાખની લાંચ આપવી પડશે. આ વાતથી ફરિયાદી ચોંકી ગયો હતો અને તેણે તારીખ 18 ડિસેમ્બર 2023નાં થાણે-એસીબીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન પાટીલે અંતે 10ની જગ્યાએ 6 લાખ રૂપિયામાં પતાવટ કરી હતી. એસીબીએ ફરિયાદીની ફરિયાદને આધારે છટકું ગોઠવ્યું હતું અને તારીખ 20 ડિસેમ્બરના રોજ લાંચની રકમના પહેલા હપ્તા તરીકે બે લાખની સ્વીકારી આ રકમ વાજીદને આપી હતી તેથી એસીબીએ બંનેની ધરપકડ કરી હતી. આ પ્રકરણે થાણે નગર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતની વધુ તપાસ પી.આઈ. કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application