વલસાડ નજીકનાં એક ગામમાં આવેલી ફેક્ટરીમાં બેકરી પ્રોડક્શનના મેન્યુફેક્ચરિંગ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વલસાડનાં અધિકારીએ વાર્ષિક હપ્તાપેટે રૂપિયા 60 હજારની લાંચ લેતા બે ફૂડ સેફટી ઓફિસરોને નવસારી એસીબીની ટીમે ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ હતી. ACB સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફરિયાદીની વલસાડ નજીકનાં એક ગામમાં બેકરી હોઈ ફેકટરીમાં બેકરી પ્રોડકટસનાં મેન્યુફેકચરીગ માટેના લાઈસન્સ બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વલસાડના લાઈસન્સ ઈશ્યુ કરનાર અધિકારી દિવ્યાગ બારોટ ફેકટરીમાં હેરાનગતિ નહીં કરવા વાર્ષિક હપ્તા પેટે રૂપિયા 50,000/-ની લાંચની માગણી કરી હતી. તથા ડુંગરીમાં આવેલી ફરીયાદીના સાળાની બેકરીના વાર્ષિક હપ્તા પેટે રૂપિયા 10 હજાર ફુડ સેફટી ઓફિસર જયોતીબેનને આપવાનુ જણાવ્યું હતું.
આ હપ્તાની રકમ નહીં આપે તો ફેક્ટરીના પ્રોડક્શનના સેમ્પલો ફેલ કરી દઈ હેરાન પરેશાન કરાશે એમ કહ્યું હતું. આ બંને અધિકારીઓએ લાંચ પેટે 60 હજારની રકમ માંગતા ફરિયાદીએ નવસારી ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ નવસારી એસીબી પીઆઇ.બી.ડી.રાઠવાની ટીમે બપોરે ગોઠવેલા છટકામાં દિવ્યાંગ બાલકૃષ્ણ બારોટ, સિનિયર સેફટી ઓફિસર, ફૂડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન, વર્ગ-૨ તથા જ્યોતિ કિશોર ભાદરકા, ફુડ સેફ્ટી ઓફિસર, વર્ગ 3ને રૂપિયા 60,000/-ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીની ટીમે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500