ભરૂચ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસેના હસ્તે રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે ૧૪ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૧૪ એમ્બ્યુલન્સ પૈકી અંકલેશ્વર તાલુકાની અને વાલિયા તાલુકાની એમ્બ્યુલન્સ સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી નવી બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
આ ૧૦૮ એમ્બ્યુલન્સ નવીન ટેકનોલોજીથી સુસજ્જ છે. જેમાં ઓક્સિજનની સુવિધા, AMBU Bag (મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા), Suction મશીન, Vital Kit, ત્રણ પ્રકારના સ્ટ્રેચર (Collapsible Stretcher, Zolly Stretcher & Scoop Stretcher), Immobilisation માટે સ્પાઈન બોર્ડ, હેડ બ્લોક, સર્વાઇકલ કોલર તથા Splints, પ્રાથમિક સારવાર માટેની ૭૦થી વધુ જરૂરી દવાઓ, વેન્ટિલેટર તથા મલ્ટી પેરામોનિટરની સુવિધા આપેલ છે. આ સાથે એમ્બ્યુલન્સ માં Extrication ટુલ કીટ આપવામાં આવેલ છે જેનો ઉપયોગ ફસાયેલા વ્યક્તિઓને કાઢવા માટે કરી શકાય. એમ્બ્યુલન્સ GPS દ્વારા કનેક્ટેડ છે કે જેથી બને તેટલી ઝડપથી નજીકની એમ્બ્યુલન્સ દર્દીને મોકલી શકાય. આ સમયે જિલ્લા આરોગ્ય વિભાગના વડા જે.એસ. દુલેરા, આરોગ્ય સમિતિના ચેરમેન અને ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500