Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર-ખેરાલુ એસટી બસ માં ઈંગ્લીશદારૂ લઈ જતા બે યુવકો પકડાયા

  • October 08, 2020 

સાકરદા ગામના ઓવર બ્રીજ પાસેથી એસટી બસ માંથી ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ને ઝડપી પાડી એક જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

ઉચ્છલ તાલુકાના સાકરદા ગામના ઓવર બ્રીજ નીચે થી આજરોજ ચેકિંગ દરમિયાન નિઝર-ખેરાલુ એસટી બસ નંબર જીજે/18/ઝેડ/5225 માંથી તપાસ દરમિયાન (1) રાહુલભાઈ ભીખાભાઈ વાનખેડે રહે, ચીચપાડા બીલાટી માઈવાડા જી.નંદુરબાર (2) હેમંતભાઈ શંકરભાઈ ચૌધરી રહે, પરદેશી પુરા-નંદુરબાર નાઓ પાસેથી મળી આવેલ

 

બે બેગોમાં ઈંગ્લીશદારૂની કુલ બોટલ નંગ-39 જેની કુલ કિંમત રૂપિયા 8,100/- નો દારૂના મુદ્દામાલ સાથે ઉચ્છલ પોલીસની તપાસમાં પકડાઈ ગયા હતા. બંને આરોપીની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરતા ચીકુભાઈ સિંધી રહે, સિંધી કોલોની-નંદુરબાર નાઓએ દારૂ ભરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ અર્જુનભાઈની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી એક જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application