Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં તાતીથૈયા ગામની મિલમાંથી ચોરેલ સામાન વેચવાની ફિરાકમાં ફરતા બે ઈસમો ઝડપાયા

  • June 27, 2024 

પલસાણાનાં તાતીથૈયા ગામે આવેલ એક મિલમાંથી ચોરોએ જનરેટરની બે બેટરી અને કોપરના કેબલ મળી કુલ 1.10 લાખની ચોરી કરી હતી. ઘટના અંગે કડોદરા પોલીસે બાતમીના આધારે ચોરી કરનાર બંને ઈસમોને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલી નાથનમલ એક્ઝિમ મિલમાંથી કોઈ ચોર ઇસમોએ કોપરના કેટલ અને જનરેટરની બેટરીઓની ચોરી કરી ભાગી છૂટયા હતા. ઘટના અંગે કડોદરા પોલીસે ચોરીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.


ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નાથનમલ મિલમાં ચોરી કરનાર ઇસમો કડોદરા મેડાવા ભવન નજીક પ્રિયંકાના પુલીયા પાસે ચોરીના સામાન સાથે ઊભા છે. જેથી કડોદરા પોલીસની ટીમે સ્થળ પર જઇ રાહુલ મધુકર ઉર્ફે દિલીપ પાટિલ (ઉ.વ.22., ૨હે.તાતીથૈયા ગામ, રાધે રેસિડેન્સી, બી.કે.પાર્કની બાજુમાં, મૂળ રહે. મહારાષ્ટ્ર) તથા મહમ્મદ કેફ મોહમ્મદ ઇજહાર મહોમ્મદ એજાજ શેખ મન્સુરી (ઉ.વ.21., રહે.દુર્ગાનગર, મેવાડાભવન, કડોદરા, મૂળ રહે.ઉત્તરપ્રદેશ)નાંને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલી જનરેટરની બેટરી નંગ 2 જેની કિંમત 10,000 તથા કોપર વાયરની કિંમત 1 લાખ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કડોદરા પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application