હાલ ચાલી રહેલી આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે દલાલને ક્રાઈમ બ્રાન્ચે પાલ સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી ઝડપી પાડી ચાર મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 15,100/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ગતરોજ સાંજે પાલ એલ.પી.સવાણી સ્કુલ પાસે સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ગેટ પાસેથી હાલ ચાલી રહેલા આઈસીસી વર્લ્ડકપની ઈંગ્લેન્ડ-અફઘાનીસ્તાનની મેચ ઉપર પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા કુંજેશ અમરચંદ કાજી (ઉ.વ.65, રહે.901, પૂજા કિરણ એપાર્ટમેન્ટ, આશીર્વાદ એપાર્ટમેન્ટની બાજુમાં, રૂપાલી નહેર, ભટાર રોડ, સુરત) અને હીરાદલાલ કમલેશ સેવંતીલાલ દોશી (ઉ.વ.52, રહે.ઈ-102, મણિભદ્ર રેસિડન્સી, સેલ પેટ્રોલ પંપની સામે, અડાજણ, સુરત) નાને ઝડપી લીધા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રૂપિયા 13 હજારના ચાર મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 2100 મળી કુલ રૂપિયા 15,100/-નો મુદ્દામાલ કબ્જે કરી તેમને મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમવા આઈડી-પાસવર્ડ આપનાર સ્નેહલ માકુવાળાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500