Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરી કરેલા ચાંદીનાં સિક્કાઓ વેચવા માટે નીકળેલ બે ઈસમો ઝડપાયા

  • September 24, 2024 

બારડોલીથી કેદારેશ્વર મંદિર જતા રોડ ઉપર ફાયર સ્ટેશન નજીક મીંઢોળા નદીના પુલ માટે બે ઈસમો ઉભા છે જેની પાસે ચાંદીના સિક્કાઓ છે જે સિક્કાઓ વેચવા માટે સોનીની દુકાને જનાર છે અને તે ચાંદીના સિક્કા ચોરીના હોવાનું પોલીસને બાતમી મળતા બારડોલી તલાવડી મેદાનમા રહેતા બે ચોર ઈસમોને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


બારડોલીમાં વિવિધ ઠેકાણે ઘરફોડ ચોરી કરી મેળવેલા ચાંદીના સિક્કાઓ વેચવા માટે બે ઈસમો મહમદ ઉર્ફે મનો સલીમ રસુલ શેખ (ઉ.વ.ર૪ રહે.તલાવડી, બારડોલી જી.સુરત,) અને ફૈયાઝ ઉર્ફે રાજુભાઈ કાસમ પીરન શેખ (ઉ.વ.૨૩., રહે.તલાવડી, મસ્જીદની બાજુમાં, બારડોલી, જિ.સુરત) બારડોલી ફાયર સ્ટેશન પાસે ઉભા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આ બંને ઈસમોની પૂછપરછ કરતા બારડોલી પોલીસ સ્ટેશનમા નોધાયેલો ઘરફોડનો વણશોધાયેલો ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ ચાંદીના ત્રણ સિક્કા જેની કિંમત રૂપિયા ૨૫૦૦ તથા રોકડ રૂપિયા ૧૦,૦૦૦ રીકવર કરી આરોપીઓના અંગઝડતીમાંથી મળી આવેલ એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૫૦૦ તથા એરટેલ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૩૦૦૦ મળી કુલ રૂપિયા ૧૬,૦૦૦/-નાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પોલીસે પકડાયેલા બંને આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application