જામનગરની સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રારને ચાલુ ફરજ દરમિયાન બે શખ્સોએ ધસી આવી પોતાના પરિવાર સામે દસ્તાવેજ અને રેકોર્ડમાં છેડછાડ સંબંધેની ફરિયાદ કરવા સંદર્ભે ધાક્ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી હતી.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે, જામનગરની શરૂ સેક્શન રોડ પર આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હર્ષ દિલીપભાઈ પરમાર નામના અધિકારીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગે અને ઓફિસમાં ઘુસી આવી હંગામો મચાવી અધિકારીને ગાળો ભાંડવા અંગે જામનગરના અશોક પરમાર અને નરસિંભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુંસાર તઓ પોતાની ફરજ પર હતા.
બંને આરોપીઆ તે દરમિયાન સરકારી કચેરીમાં ધસી આવ્યા હતા અને હંગામો મચાવ્યા પછી આરોપી અશોક પરમાર કે જેના સગા તેમજ આરોપી નરસિંભાઈ ચાવડાના પુત્ર ભાવિન ચાવડા વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ અને સરકારી રેકર્ડમાં ચેડાં બાબતેની ફરિયાદ કરી હતી. જેનું મનદુઃખ રાખીને કચેરી આવી બંને એ હંગામો મચાવ્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે પીએસઆઇ ડી.જે. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500