Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીમાં ચોરીનાં પાઈપ સાથે બે ઈસમો ઝડપાયા

  • December 08, 2024 

વાપીમાં વલસાડ એલ.સી.બી.ની ટીમે બે ઈસમને લોખંડનાં ૯૦ કિલો પાઈપનાં જથ્થા સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયા હતા. તેમનું નામઠામ સંજીત ઉર્ફે છોટુ રાહમેતસિંગ (ઉ.વ.૧૯) અને તેની સાથે એક બીજો સગીર વયનો આરોપી હોય તે બંનેને આ લોખંડના પાઈપના જથ્થા અંગે પુછપરછ કરતા આ પાઈપ ડુંગરા ખાતે લેકવ્યુ બંગલો પાસે આવેલ ભવાની એન્ટરપ્રાઈઝ નામની ફેબ્રિકેશનની દુકાન બહાર મુકેલા હોય ત્યાંથી ચોરી કરી ઝાડીમાં સંતાડી અને તે ભંગારવાળાને વેચવાની ફિરાકમાં હોવાની કબુલાત કરી હતી. આમ, પોલીસે આ મુદ્દામાલ રિકવર કરી બંને સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application